બ્રેકિંગ: PM મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-12-27 16:27:25

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને કર્ણાટકના મૈસૂરમાં અકસ્માત નડ્યો છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની છે, પ્રહલાદ  મોદી પરિવાર સાથે પોતાની કાર દ્વારા બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહલાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં પ્રહલાદ  મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે.


કોણ છે પ્રહલાદ મોદી?


PM નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદી ગુજરાત ફેયરપ્રાઈસ શોપ્સ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના અધ્યક્ષ છે. ભૂતકાળમાં પ્રહલાદ મોદીએ વ્યાજબી ભાવના દુકાનદારોના પ્રશ્નોને હિતમાં નજીકના દિવસોમાં પુરવઠા નિયામકની ચેમ્બર આગળ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને પુરવઠા નિયામક તેમજ આસિસ્ટન્ટ નિયામક દ્વારા ગુજરાતની વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારો પર શાહી વલણ અપનાવવામાં આવી રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે