PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે, 3 દિવસ સુધી 5 જિલ્લાઓમાં કરશે પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 17:46:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ચૂટણી પ્રચાર માટે ભાજપે 12 કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. જો કે તેમ છતાં પણ ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે.  PM મોદી આગામી તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ ગુજરાત આવશે. તેઓ રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.


PM મોદી શરૂ કરશે તોફાની ચૂંટણી પ્રચાર 


PM મોદી આગામી તારીખ 9મી ઓક્ટોબરના દિવસે બપોરે ગુજરાત આવશે. ત્યાર બાદ તેઓ 9મી ઓક્ટોબરે મહેસાણાના મોઢેરા પાસે જાહેર સભાને સંબોધન કરશે. અહીં તેઓ મોઢેશ્વરી માતા દર્શન કરશે. તદુપરાંત મહેસાણાની દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું પણ PM મોદી લોકાર્પણ કરશે. બાદમાં રાત્રી રોકાણ કરવા ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થશે. 10 ઓક્ટોબરના રોજ સવારે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું PM મોદી ખાતમુહૂર્ત કરશે. 10  ઓક્ટોબરના રોજ આણંદ ખાતે પણ PM મોદી જાહેર જનસભાને સંબોધશે. જ્યારે 10 ઓક્ટોબરે બપોરે જામનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો 11મી ઓક્ટોબરના રોજ PM મોદી જામકંડોરણામા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.


PM મોદીનો 3 દિવસનો કાર્યક્રમ આ પ્રમાણે છે


9-10-11 ઓક્ટોબરના રોજ PM મોદી ગુજરાત પ્રવાસે

9 ઓક્ટોબરે બપોરે PM મોદી ગુજરાત આવશે

9 ઓક્ટોબરે મહેસાણાના મોઢેરા પાસે સભાને સંબોધશે

મહેસાણાની દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેશ્વરી માતાના પણ દર્શન કરશે

માતાના દર્શન કર્યા બાદ ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ

10 ઓક્ટોબરે સવારે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત કરશે

10 ઓક્ટોબરના રોજ આણંદ ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે

10 ઓક્ટોબરે બપોરે જામનગર વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

11 ઓક્ટોબરે જામકંડોરણામા વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે