કર્ણાટકમાં રોડ-શો દરમિયાન યુવક PM મોદીને માળા પહેરાવવા પહોંચી જતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-01-12 19:47:25

આજે એક રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં યોજાયેલા 26માં રાષ્ટ્રિય યુવા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા હતા. હુબલીમાં તેમના સન્માનમાં શહેરમાં રોડ શો યોજાયો હતો ત્યારે આ ઘટના બની હતી. 


PM મોદીને માળા પહેરાવવા દોડ્યો યુવક


કર્ણાટકના હુબલીમાં  યોજાયેલા પીએમ મોદીના રોડ શો દરમિયાન એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માળા પહેરાવવા દોડી આવ્યો હતો. યુવક PM મોદીને હાર પહેરાવવા માટે  SPGનો સુરક્ષા ઘેરો તોડીને PM મોદી સુધી પહોંચી ગયો હતો. વડાપ્રધાને આ દરમિયાન યુવકના હાથમાંથી માળા લઈ લીધી અને પોતાની ગાડીમાં અન્ય જવાનના હાથમાં આપી દીધી હતી.જો કે PM મોદીના સુરક્ષાકર્મીઓએ તેને સુરક્ષા કમાન્ડરોએ હટાવી લીધો હતો.


પંજાબમાં પણ PM મોદી સાથે બની હતી આવી ઘટના 


અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, જેના કારણે ફિરોઝપુરના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી. જો કે તેને રદ્દ કરવી પડી હતી. PM રેલીના સ્થળે પહોંચી શક્યા ન હતા.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.