PM Modiને જન્મદિનની ખાસ ભેટ, Suratના આર્ટિસ્ટએ 7200 હીરામાંથી તૈયાર કરી તસવીર, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-09-05 17:19:32

PM નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, આગામી 17 સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી 73 વર્ષના થશે. ભાજપના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને ખાસ બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલાએ હીરાજડીત તસવીર તૈયાર કરી છે.  વિપુલભાઈ PM મોદીની 7200 હીરામાંથી બનેલી આ  તસવીર તેમના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માગે છે.


હીરાજડીત તસવીર બનાવતા 3 મહિના લાગ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્નીને ડાયમંડવાળો ક્રાફ્ટ આપ્યો હતો ત્યારે વિપુલભાઈને PMની આ પ્રકારની તસવીર બનાવવાની ઇચ્છા થઇ હતી. વિપુલભાઈને આ હીરાજડીત તસવીર બનાવવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. જેમાં ચાર પ્રકારના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે તેમણે આ તસવીર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો તે જણાવ્યું નથી.


અગાઉ પણ રીયલ ગોલ્ડ જરીથી બનાવી હતી PM મોદીની તસવીર


અગાઉ પણ વિપુલભાઈ જેપીવાલાએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં ખાસ ગોલ્ડ જરીમાં પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી હતી. આ તસ્વીરમાં 10 થી 12 ગ્રામ ગોલ્ડ જરી ઉપયોગમાં લેવામાં આવી હતી. તસવીર બનાવવા ખાસ 23.5 કેરેટ ગોલ્ડની જ જરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે