PM મોદી 36 કલાકમાં 7 શહેરોમાં આયોજીત 8 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, 5300 કિમીનો હશે આ પ્રવાસ


  • Published By :
  • Published Date : 2023-04-22 16:38:46

પ્રધાનમંત્રી મોદી 24 એપ્રીલથી બે દિવસના પ્રવાસ પર જશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન 36 કલાકમાં 7 રાજ્યોમાં અલગ-અલગ 8 જેટલા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ તેમના આ પ્રવાસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5 હજાર કિમીનું અંતર પુરૂ કરશે. પીએમ મોદી દિલ્હીથી પહેલા મધ્ય પ્રદેશનો પ્રવાસ કરશે, ત્યાર બાદ તે કેરળની મુલાકાતે જશે અને ત્યાંથી તે પશ્ચિમ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો થઈને દિલ્હી પરત ફરશે.  


MPમાં કાર્યક્રમમાં હાજર રહેશે


પીએમ મોદી સવારે 24 એપ્રીલથી તેમની યાત્રાનો શુભારંભ કરશે. પીએમ મોદીના આ લાંબા કાર્યક્રનો પહેલો પડાવ મધ્ય પ્રદેશનું ખજુરાહો હશે ત્યાંથી તે રીવા પહોંચશે. રીવામાં આયોજીત રાષ્ટ્રિય પંચાયત રાજ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રીવાથી તે 200 કિમીની યાત્રા કરીને તે ખજુરાહો પરત ફરશે.  પીએમ મોદી ત્યાર બાદ કેરળના કોચી જશે, અહીં તે 1700 કિમીની હવાઈ યાત્રા કરીને યુવમ કોન્ક્લેવમાં ભાગ લેશે.


તિરૂવનંતપુરમ અને દમણ પણ જશે


પીએમ મોદી કોચીથી તિરૂવનંતપુરમનો પ્રવાસ કરશે, અહીં પ્રધાનમંત્રી વંદે ભારતને લીલી ઝંડી બતાવશે, અને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. અહીં તે સુરતના માર્ગે લગભગ  1570 કિમીનું અંતર પુરૂ કરીને પીએમ મોદી સેલવાસ પહોંચશે. જ્યાં તે NAMO મેડિકલ કોલેજની મુલાકાત લેશે. તે ઉપરાંત તે અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.  


પ્રવાસ માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે


આ પછી પીએમ મોદી દેવકા સીપ્રિન્ટના ઉદ્ઘાટન માટે દમણ જશે. તેઓ અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને સુરત આવશે. તેમની યાત્રામાં વધુ 940 કિમીનો ઉમેરો કરીને પીએમ મોદી સુરતથી દિલ્હી પરત આવશે. આમ વડાપ્રધાન 5,300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે