કેજરીવાલે જે રિક્ષાચાલકના ઘરે ભોજન લીધું તે વિક્રમ દંતાણી તો મોદી ભકત નિકળ્યો!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:36:31

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણના અવનવારૂપ જોવા મળી રહ્યા છે, તાજેતરમાં કેજરીવાલના અમદાવાદ પ્રવાસ દરમિયાન તે એક રિક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન વિક્રમ દંતાણી આજે પ્રધાનમંત્રી મોદીની અમદાવાદમાં યોજાયેલી સભામાં પહોંચ્યો હતો. તે પોતાના વિસ્તારના લોકોને લઇને સભામાં પહોંચ્યા હતો. રિક્ષા ચાલક વિક્રમ દંતાણીએ ભાજપનો ખેસ પહેર્યો હોય તે વીડિયો પણ સામે આવ્યો છે. 


રીક્ષા ચાલક વિક્રમ દંતાણી ભાજપનો કાર્યકર


અમદાવાદના રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મતદાન કરતો થયો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે. 


રીક્ષા યુનિયનના કહેવાથી કેજરીવાલને આપ્યું આમંત્રણ


વિક્રમ દંતાણીએ વધુમાં કહ્યું કે રીક્ષા યુનિયનએ મને જમવાનું પૂછવા કહ્યું હતું , મને કંઈ ખબર નહોતી. આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ પ્રેમથી જમાડે જ છે. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્યોએ એ વાતનું  દુઃખ લાગ્યું હતું. વિક્રમ દંતાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હું આપ સાથે નથી , ભાજપ માટે કામ કરું છું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે