મહારાષ્ટ્રના પ્રવાસે PM મોદી, અનેક પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ તેમજ શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 14:54:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ ટ્રેન નાગપુરથી લઈ બિલાસપુર સુધી દોડવાની છે. અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા તેઓ મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા. ઉપરાંત નાગપુર મેટ્રોના પ્રથમ ચરણની શરૂઆત કરી છે. મેટ્રોની શરૂઆત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મેટ્રોની સવારી પણ કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા ચરણ માટે શિલાન્યાસ પણ કરવાના છે.

 

 અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ તેમજ લોકાર્પણ

મહારાષ્ટ્રને આજે 75000 કરોડની રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. વડાપ્રધાન મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે તો અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે. પીએમ મોદીએ નાગરપુર અને બિલાસપુર વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે પણ હાજર રહ્યા હતા. આ સિવાય પીએમ મોદી નાગપુર-મુંબઈ વચ્ચે બની રહેલા સમૃદ્ધિ મહામાર્ગનું પણ ઉદ્ધાટન કરવાના છે. સમુદ્ધિ મહામાર્ગ એટલે નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેનું એક મોટું પગલું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે