પાકિસ્તાન ઉશ્કેરણી કરશે તો ભારત જડબાતોડ જવાબ આપશે, અમેરિકાના રિપોર્ટમાં દાવો


  • Published By :
  • Published Date : 2023-03-09 15:32:36

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદીલીને લઈ અમેરિકાના ગુપ્તચર તંત્રએ મહત્વનો રિપોર્ટ રજુ કર્યો છે. આ રિપોર્ટ મુજબ જો પાકિસ્તાન તેના પાડોશી ભારતને ઉશ્કેરશે તો ભારતની વર્તમાન મોદી સરકાર સેનાની મદદથી જવાબ આપશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


રિપોર્ટ કોંગ્રેસ સમક્ષ રજુ કરાયો


અમેરિકાના જાસુસી  તંત્રએ તૈયાર કરેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીનું આંકલન કરવામાં આવ્યું છે. અમેરિકાની કોંગ્રેસ સમક્ષ રજુ કરાયેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2020માં થયેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીએ તો સંબંધો તણાવપુર્ણ રહેશે. આ ઘટના બાદ બંને વચ્ચે સંબંધો ગંભીર સ્તર પર છે. 


સંઘર્ષ વધી શકે છે


આ ગુપ્ત રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બંને પરમાણું શક્તિઓ વચ્ચે શસસ્ત્ર જોખમ વધી શકે છે. જેમાં અમેરિકાના લોકો અને હિતોને સીધુ નુકસાન થઈ શકે છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો અંગે પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનો લાંબો ઈતિહાસ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં  પાકિસ્તાનની ઉશ્કેરણીનો ભારત સૈન્ય રીતે જવાબ આપશે તેવી આશંકા છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે