Loksabha Electionને લઈ Gujaratમાં પીએમ મોદી કરશે પ્રચાર, રાજકોટમાં સૌ પ્રથમ રેલી કરે તેવી શક્યતાઓ...


  • Published By :
  • Published Date : 2024-04-13 18:39:46

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત યોજાવાની છે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર પણ શરૂ થઈ ગયો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. 20 એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવી શકે છે અને પહેલી જનસભા રાજકોટમાં કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.


ભાજપના નેતાઓએ શરૂ કરી દીધો છે પ્રચાર 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના નેતાઓ દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. અલગ અલગ બેઠકો પર ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. સી.આર.પાટીલ, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા કરાતો પ્રચાર છે. 


20 એપ્રિલ બાદ ગુજરાત આવી શકે છે પીએમ મોદી 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. ત્યારે આ વખતે પણ 26 પર કમળ ખીલે તે માટે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી પણ 20 તારીખ બાદ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલે રાજકોટ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી શકે છે તેવી માહિતી છે ઉપરાંત ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે તેવી માહિતી છે.


રાજકોટમાં પીએમ મોદી કરી શકે છે પ્રચાર!

પીએમ મોદી ગુજરાતમાં અનેક સભાઓ ગજવાના છે. ચારેય ઝોનમાં પ્રચાર કરી,સભાઓ કરી, રોડ શો કરી આખા ગુજરાતને કવર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ પીએમ મોદી રાજકોટમાં પ્રચાર કરવા માટે આવી શકે છે. મહત્વનું છે કે આ વખતે ભાજપે 5 લાખની લીડ સાથે જીતશે તેવી આશા રાખી છે..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે