મોરબી દુર્ઘટના પર મમતાએ PM મોદીની ટીકાનો કર્યો ઈન્કાર, કહ્યું આ કોઈ રાજકીય મુદ્દો નથી


  • Published By :
  • Published Date : 2022-11-02 21:29:50

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના પર તેમની જ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી અલગ વલણ અપનાવ્યું છે. જ્યારે TMCએ પુલ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધ્યું હતું, ત્યારે મમતા બેનર્જીએ બુધવારે પીએમની ટીકા કરવાનો ઈન્કાર કર્યો હતો. તેણીએ કહ્યું કે તે અકસ્માતમાં 130 થી વધુ લોકોના મૃત્યુને રાજકીય મુદ્દો બનાવવા માંગતી નથી.


શું કહ્યું પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ?


કોલકાતા એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું, 'હું વડાપ્રધાન મોદી પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. ગુજરાત તેમનું રાજ્ય છે. આ એક દુ:ખદ ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ કોઈ રાજકીય મુદ્દો નથી.


મોરબી જવા અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, 'મારી મોરબી જવાની ઈચ્છા હતી, પરંતુ મેં તેમ ન કરવાનું નક્કી કર્યું છે. જો હું મોરબી જઈશ તો લોકો કહેશે કે હું રાજ્યમાં ચૂંટણી પહેલા રાજકારણ કરવા ગઈ હતી. આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ. બ્રિટિશ જમાનાના પુલની જાળવણી માટેની ટેન્ડર પ્રક્રિયાની ચકાસણી થવી જોઈએ. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આ માનવ જીવન સાથે રમત છે.


મમતાએ ન્યાયિક તપાસની માંગ કરી


બંગાળના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મોરબી બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શા માટે આ દુર્ઘટનાની તપાસ નથી કરી રહી? એજન્સીઓ હંમેશા સામાન્ય લોકોની પાછળ પડી જાય છે. મમતા બેનર્જીનો આ ઈશારો તેમની પાર્ટીના ઘણા નેતાઓની સામે ચાલી રહેલી તપાસ અંગે હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે