રંગીલા રાજકોટમાં PMનો રોડ શો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:24:06


આજે રાજકોટમાં વડાપ્રધાનએ  એરપોર્ટથી કેસરી કલરની કારમાં સવાર થઈ રોડ-શોનો પ્રારંભ કર્યો હતો. તેમણે અનેક લોકોના અભિવાદન પણ ઝીલ્યા 1.5 કિમી રોડની બન્ને બાજુ લોકો જ લોકો નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા હતા.



આ માટે રાજકોટમાં અઠવાડિયાથી તૈયારીયો થઈ રહી હતી રાજકોટ એરપોર્ટ પર મોદીને આવકારવા યુવાનો રંગબેરંગી છત્રીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગયા હતા. રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નરેન્દ્ર મોદીને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.



રોડ શો આસપાસ 60 સ્ટેજ બનાવ્યા  !!!!


રોડ શોના રૂટ પર કુલ 60 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે જેના પરથી ભાજપના અલગ અલગ મોરચા તેમજ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ગુજરાતના પ્રખ્યાત ગરબા, તલવાર રાસ, ટ્રેડિશનલ ડ્રેસ સાથે છત્રિ ડાન્સ અને નાસિક ઢોલ સહિત વિવિધ અલગ અલગ રંગો પ્રધાનમંત્રીને આવકારતા નજરે પડશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે