જામનગર રોડ શોમાં જોવા મળી પીએમની સાદગી, જેને જીતી લીધું તમામ લોકોનું દિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 10:08:13

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેમના પ્રવાસો ત્રીજો અને અંતિમ દિવસે છે. જામનગર ખાતે તેમણે ભવ્ય રોડ-શોનું આયોજન કર્યું હતું. રોડ શોમાં મોટી જનમેદની ઉમટી હતી. પરંતુ રોડ શો દરમિયાન એક દ્રશ્યએ લોકોનું દિલ જીતી લીધું. રોડ શો દરમિયાન એક ચાહકે પીએમ મોદીને હીરા બાની પેઈન્ટિંગ પીએમ મોદીને ભેટમાં આપી હતી. 

વડાપ્રધાન મોદીના જામનગર રોડ-શોની તસવીરો 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ચૂંટણી નજીક આવતા તેમના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાને અનેક જનસભા સંબોધી છે તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રવાસના બીજા દિવસે જામનગર ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ-શો દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડી ચાહકને મળ્યા હતા. પીએમ મોદીના એક ચાહકે તેમને હીરાબાની પેઈન્ટિંગ ભેટ  આપી, ઉપરાંત હીરાબાની પેઈન્ટિંગ ઉપર સાઈન પણ કરી હતી.    





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે