PM કરશે 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 17:52:15

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીત આવી રહી છે ત્યારે તમામ પક્ષો પોત પોતાની રીતે તડામાર તૈયારીઓ કરી રહી છે ત્યારે તમામ પક્ષો તડામાર તૈયારીયો કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ પોણાચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કરવા માટે આચાર્યદેવવ્રત, સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતા. તેઓએ તેમનું સ્વાગત કર્યું હતું.


 

ચૂંટણીની કમાન PMએ હાથમાં લીધી

ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહએ ગુજરાતની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. આમ આદમી પાર્ટીના સતત વધી રહેલા પ્રભાવને ખાળવા સ્થાનિક નેતાઓને અસમર્થ દેખાઇ રહ્યા છે.ત્યારે હવે કેન્દ્રીય નેતૃત્વએ કમાન પોતાના હાથમાં લીધી છે.   

 

3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે