રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના, સજાનો દર માત્ર 1.59 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-19 19:00:57

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઈ કોંગ્રેસે રાજ્યની ભાજપની સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભામાં રજુ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાને લઈ સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. 


પોકસો કેસમાં 395.5% નો વધારો


ગુજરાતમાં પોક્સો કાયદા હેઠળ નોંધાયેલા ગુના અંગે લોકસભામાં રજુ કરવામાં આવેલા આકડાંનો આધાર લઈ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર બેન-દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ રહી ​​​​​​છે. આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ 2014થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. વર્ષ 2014થી 2021 સુધીમાં પોકસો કેસમાં 395.5% નો વધારો થયો છે. જો કે સજાનો દર માત્ર 1.59 ટકા જ છે. પોક્સો કેસમાં માત્ર 231 કેસમાં જ ગુના પુરવાર થઇ શક્યા છે, જ્યારે 12,647 કેસ હજુ પણ પેન્ડિંગ છે. વર્ષ 2014માં પોકસો હેઠળ 613 ગુના નોંધાયા હતા, જેમાં 5 કેસમાં સજા થઈ હતી. વર્ષ 2020માં સૌથી વધુ 2345 પોક્સો કેસ નોંધાયા હતા, જેમાં 23 કેસમાં જ સજા થઈ હતી. તે જ પ્રકારે વર્ષ 2021માં પોક્સો કેસમાં 71 કેસમાં સજા થઈ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે