પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામની કરી ધરપકડ, લગ્ન સમારોહમાં દલિત પરિવારને ધમકાવવાનો વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-02 18:18:21

ઘણા સમયથી બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. ત્યારે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમના ભાઈ શાલિગ્રામએ દલિત પરિવારના પ્રસંગમાં ભારે હોબાળો કર્યો હતો. પરિવારને ધમકાવ્યો હતો અને મારામારી પણ કરી હતી. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આજે કાર્યવાહી કરી છે અને શાલિગ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. 


દલિત પરિવારને ધમકાવતો વીડિયો થયો હતો વાયરલ 

થોડા સમય પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ દલિત પરિવારને ધમકાવતા જોવા મળે છે. હાથમાં પિસ્તોલ અને મોઢામાં સિગરેટ રાખીને ધમકાવતો વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવતા શાલીગ્રામ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. વિવાદ સામે આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના ભાઈ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. 


પોલીસે કરી શાલીગ્રામની ધરપકડ 

વાયરલ થયેલા વીડિયોની સત્યતા પોલીસે તપાસી જે બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે છતરપુરના એસપીનું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં જ કેસ કરશે. હવે જ્યારે શાલીગ્રામની ધરપકડ થઈ ગઈ છે તો હવે આ મામલે આગળ શું કાર્યવાહી થશે તેની પર બધાની નજર છે. શાલીગ્રામને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી રહી છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે