AAPના ધારાસભ્ય Chaitar Vasava વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું લાગ્યો છે આરોપ?


  • Published By :
  • Published Date : 2023-11-03 15:29:22

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નર્મદાનું વન વિભાગ આ મામલે ફરિયાદી બન્યું છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી.વન વિભગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી તે મામલે તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. આ મામલે એસપી દ્વારા કોઈ અધિકારીક રીતે કોઈ જાણકારી આપવામાં નથી આવી પરંતુ આ મળતી માહિતી અનુસાર ખાલી બોલાચાલી ન થઈ હતી પરંતુ મારામારી પણ હતી. વન વિભાગના કર્મચારીને ઈજા પણ પહોંચી હતી. ત્યારે તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ પગલા લઈ શકાય છે. કલમ 386 હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.  જ્યારે આ મામલે ચૈતર વસાવાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો. ધારાસભ્યની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે! 

ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ મોકલ્યું છે પૂછપરછ માટે. તો બીજી તરફ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધવાની છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી. વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે બોલાચાલી હતી અને તે વિરૂદ્ધ આજે ફરિયાદ નર્મદા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે