પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા શરૂ,18,000 વેકેન્સી


  • Published By :
  • Published Date : 2022-11-10 18:14:43

મહારાષ્ટ્રમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી શરૂ થઈ ગઈ છે. કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.જે લોકો અરજી કરવા માંગે છે તેઓ મહારાષ્ટ્ર પોલીસની અધિકૃત વેબસાઇટ mahapolice.gov.in પર જઈને અરજી કરી શકે છે.મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 18,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 09 નવેમ્બર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે.


મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ ભરતી માટે કેવી રીતે અરજી કરવી

પગલું 1: અરજી કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ- mahapolice.gov.in પર જાઓ.


સ્ટેપ 2: વેબસાઈટના હોમ પેજ પર, લેટેસ્ટ નોટિફિકેશનની લિંક પર ક્લિક કરો.


પગલું 3: આ પછી મહારાષ્ટ્ર પોલીસ કોન્સ્ટેબલ એપ્લિકેશન ફોર્મ 2022 ની લિંક પર ક્લિક કરો.


પગલું 4: આ પછી, આગલા પૃષ્ઠ પર પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો.


પગલું 5: નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.


પગલું 6: હવે એપ્લિકેશન ફી સબમિટ કરો.


પગલું 7: અરજી કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો.


મહારાષ્ટ્ર પોલીસમાં નવી ભરતી માટે કુલ 18,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાં પોલીસ કોન્સ્ટેબલની 14,956 જગાયો અને srpf પોલીસની 1,204 જગ્યાઓ પર ભરતી થશે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12 મુ ધોરણ પાસ કરેલ હોવું આવશ્યક છે.ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.અરજદારોની ઉંમર 18 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. 



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.