મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસે દાખલ કરી ચાર્જશીટ, આરોપી તરીકે ઉમેરાયું જયસુખ પટેલનું નામ


  • Published By :
  • Published Date : 2023-01-27 16:51:17

દિવાળી સમયે મોરબીમાં હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. અનેક મહિનાઓ બાદ મોરબી સેશન્સ કોર્ટમાં 1200 પાનાની ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી જેમાં આરોપી તરીકે ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલના નામનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કેસમાં નવ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે રજૂ કરવામાં આવેલી ચાર્જસીટમાં જયસુખ પટેલનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે.

મોરબી દુર્ઘટના મામલે એફઆઈઆરમાં નામ નોંધાતા જયસુખ પટેલે મોટો દાવ ખેલ્યો

ચાર્જસીટમાં ઉમેરાયું ઓરેવા કંપનીના માલિકનું નામ 

30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. દુર્ઘટના બાદ અનેક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલાને લઈ 1200 જેટલા પાનાની ચાર્જશીટ મોરબી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં મુખ્યઆરોપી તરીકે જયસુખ પટેલનું નામ લખવામાં  આવ્યું છે. આ મામલે કોર્ટમાં જયસુખ પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી 1લી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે