ગુજરાત ATSનો સપાટો, વડોદરામાં PFI સાથે સંલગ્ન મદરેસા કર્યું સીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:47:14

PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. PFI ના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો રેલો હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. NIA દ્વારા  બનાસકાંઠા, અમદાવાદ સુરત અને નવસારીમાં તપાસ કરવામાં આવી છે.  NIA દ્વારા આ તપાસ ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી રહી છે.  


વડોદરામાં ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ


PFI કેસમાં વડોદરા પોલીસ અને ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. PFI સાથેની સાંઠગાંઠના આરોપમાં  વડોદરામાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વડોદરા ACP ક્રાઈમે જણાવ્યું કે આ મદરેસાની તપાસ કરવામાં આવી, આ મદરેસામાં AIICની બેઠક યોજાઈ હતી અને તેને સીલ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


બનાસકાંઠામાંથી ત્રણ શંકાસ્પદની અટકાયત

આ તપાસ દરમ્યાન બનાસકાંઠામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠા માંથી PFI સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. SOG પોલીસે ત્રણ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. જો કે આ મામલો અતિ સંવેદનશીલ હોવાને કારણે પોલીસે સમગ્ર માહિતિ ગુપ્ત રાખી છે. SOGની ટીમે અટકાયત કરાયેલા શખ્સોને વધુ તપાસ અર્થે ATSને સોંપવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે