પોલીસે શરૂ કરી વધુ એક ડ્રાઈવ! નો પાર્કિંગ ઝોન અને રોંગ સાઈડ ટ્રાફિકના નિયમો ભંગ કરનાર વિરુદ્ધ કરાશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-07-27 09:59:35

ટ્રાફિકની સમસ્યાને લઈ અનેક વખત મુદ્દાઓ, પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે. અનેક એવા રસ્તાઓ છે જ્યાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરી લોકો જતા રહે છે અથવા તો રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા નજરે પડે છે. ત્યારે ગેરકાયદેસર પાર્કિંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર શહેરમાં પોલીસની વિશેષ ડ્રાઈવ શરૂ થવાની છે. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે ઉપરાંત ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. 

ગેરકાયદેસર રીતે જો વાહન પાર્ક કર્યું તો થશે કાર્યવાહી 

જ્યાં જગ્યા મળે ત્યાં આપણે વાહનો પાર્ક કરી દેતા હોઈએ છીએ. આપણું કામ પૂર્ણ થઈ રહ્યું છે ને એવું આપણે વિચારતા હોઈએ છીએ પરંતુ ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા વાહનોને કારણે બીજા લોકોને કેટલી અગવડ પડતી હોય, તેનો આપણે ખ્યાલ નથી આવતો. આપણું કામ થઈ રહ્યું છે તે આપણા માટે મહત્વનું હોય છે. અનેક વખત રસ્તા પર જ્યાં-ત્યાં પાર્ક કરવામાં આવેલા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. અનેક સાંકડા રસ્તા હોય છે અને તેમાં પણ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા પાર્કિંગને કારણે લોકો પરેશાન થઈ જતા હોય છે. રસ્તા પર પાર્ક કરવામાં આવેલા વાહનો અનેક વખત ટો  કરવામાં આવતા હોય છે. ત્યારે હવે અમદાવાદના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે વાહન પાર્ક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર શહેરમાં પોલીસની ડ્રાઈવ શરૂ થવાની છે.   


રોંગ સાઈડ પર ડ્રાઈવ કરતા પહેલા વિચારજો 

ડ્રાઈવમાં ન માત્ર ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવતા વાહનો પરંતુ રોંગ સાઈડથી આવતા વાહનચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આપણામાંથી અનેક એવા વાહનચાલકો હશે જે અનેક વખત રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા હશે. થોડે જ જવું છે ને, રોંગ સાઈડ ચાલે યાર એવું વિચારીને જો હવે અમદાવાદીઓ રોંગ સાઈડમાં જશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે જ્યારથી ઈસ્કોન ખાતે અકસ્માત બન્યો છે ત્યારથી પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. એક મહિના માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં વાહનોની તેમજ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ઓવરસ્પીડિંગ સહિતની પ્રવૃત્તિઓ પર કાબુ મેળવવા માટે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાઓ પર ડ્રાઈવ કરવાાં આવશે તે અંગેની પોલીસે જાણકારી આપી છે. 


આપણી સુરક્ષા માટે બનાવાયા છે નિયમો 

મહત્વનું છે કે આ ડ્રાઈવ ચાલતી હશે ત્યાં સુધી લોકો કાયદાનું પાલન કરશે, કારણ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો પકડાયા તો પોલીસ સ્ટેશન જવું પડશે, દંડ ભરવો પડશે.. વગેરે... વગેરે.... પણ આ જે નિયમોનું પાલન હમણાં કરાવવામાં આવી રહ્યું છે કાયદાઓ આપણી સુરક્ષા માટે જ છે. આ વાત આપણે સમજવી પડશે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.