સુરતમાં પોલીસનો વીડિયો વાયરલ થતા, ACPએ કર્યો ખુલાસો, એડવોકેટ મેહુલ બોઘરાના આરોપો ફગાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-17 22:03:28

સુરતના સરથાણામાં પોલીસનો વીડિયો વાયરલ થવા મામલે ખુલાસો થયો છે. વાયરલ વીડિયોને લઇ સુરત ACPએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસની બદનામી થાય તે માટે વકીલ મેહુલ બોઘરાએ વીડિયો વાયરલ કર્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલા છે તેમાં તથ્ય નથી. જાહેર રોડ પર ઝઘડો થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પતંગની દોરી ખરાબ નીકળતા દોરી બનાવનારા અને ગ્રાહક વચ્ચે બબાલ થઇ હતી. ત્યારે પોલીસે ત્યાં પહોંચીને મધ્યસ્થી કરાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. પોલીસ એડવોકેટ મેહુલ બોઘરની ઓફિસ પણ પહોંચી હતી. 


પોલીસ પર ખોટા આક્ષેપ 


સુરતમાં પોલીસ સાથે બબાલનો વીડિયો વાયરલ થયો હતો. મેહુલ બોઘરાએ બીજો વીડિયો વાયરલ કર્યો હતો. ACPએ જણાવ્યું હતું કે, પોલીસની બદનામી થાય તે રીતે વીડિયો વાયરલ કર્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલા છે તેમાં તથ્ય નથી. વધુમાં કહ્યું કે, વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનિય છે કે હાલ આ મામલો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે. 


સમગ્ર મામલો શું છે?


સુરતના સરથાણામાં રહેતા રાજુભાઈ ગજેરાએ ઉત્તરાયણના તહેવાર પર તેમના ઘરના પ્રાઈવેટ પ્લોટમાં પતંગ અને દોરીનો સ્ટોલ શરૂ કર્યો હતો. તેમના સ્ટોલમાંથી સરથાણા પોલીસ સ્ટેશનના કર્મીઓ મફતમાં ફિરકીઓ લઈ જતા રહે છે. બાદમાં તેમનો એક મળતીયો પણ ફિરકી લેવા આવે છે, જો કે ફિરકી લીધા બાદ તે રાજુભાઈ સાથે રકઝક કરે છે અને બાદમાં તે પોલીસને પણ બોલાવે છે. પોલીસ આવીને રાજુ ભાઈ અને તેમના માણસ સાથે મારામારી કરે છે. એડવોકેટ મેહુલ બોઘરા આ મામલે એક વીડિયો પણ બનાવે છે. જેમાં તે પોલીસવાળા જે મફત ફીરકી લેવા આવ્યા હોય છે તેનો ઉલ્લેખ કરે છે અને સામાન્ય જનતાને મારમારનાર પોલીસના વીડિયો વિશે નિવેદન આપે છે. આ મામલે સરથાણા પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવી તેમને નોટિસ આપવા આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે