ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિહ ગોહિલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2024-01-05 19:12:53

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ ફરી રાજકારણમાં સક્રિય થાય તેવું જણાઈ રહ્યું છે. ભાજપના પૂર્વ  ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા ગુજરાતના રાજકારણમાં કાંઈક નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ વચ્ચે આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે જ મુલાકાત થતા ભાજપના નેતાઓની ચિંતા વધી છે. ઉલ્લેખનિય છે કે મધુ શ્રી વાસ્તવને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 


લોકસભાની ચૂંટણી પહેલા નવાજુની


દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પણ ભરતી અભિયાન શરૂ કર્યું છે.  ભાજપના પૂર્વ  ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. આ મુકાલાત બાદ એવી ચર્ચાનો દોર શરૂ છે કે, આગામી સમયમાં મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઇ શકે છે પરંતુ આ મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષ કે મધુ શ્રીવાસ્તવ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ટિકિટ ના મળતા ભાજપની સામે જ બાંયો ચઢાવનારા વડોદરાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અગાઉ 2024માં ફરી એકવાર ચૂંટણી મેદાનમાં બખ્ખાં બોલાવાની વાત કરી હતી. મધુ શ્રીવાસ્તવ જેવો સ્થાનિક નેતા કોંગ્રેસમાં જાય તો ભાજપને આગામી લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડે તેવી સંપુર્ણ શક્યતા છે. હવે ભાજપ આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે તેના સૌની નજર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે