ડેડિયાપાડામાં ગરમાયું રાજકારણ, મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે છેડાયો પત્રને લઈ વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-29 11:14:50

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના 26 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારવાની છે તેવી જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે ડેડીયાપાડામાં રાજકારણ ગરમાયું છે. થોડા સમય પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક લેટર લખ્યો હતો જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નર્મદાના ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તાની વસૂલી કરે છે. ત્યારે  આ પત્રને લઈ ચૈતર વસાવા પણ સામે આવ્યા છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રિત કર્યા છે.


હપ્તા વસૂલી અંગે પત્રને લઈ મનસુખ વસાવા આકરા પાણીએ!

ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમના દ્વારા લખવામાં આવેલા પત્રો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં અનેક મોટા નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તો ઉઘરાવતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં ભાજપના નેતા, કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓના નામનો ઉલ્લેખ હતો. આ અંગે મનસુખ વસાવાએ કહ્યું કે પત્રનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે. જે નકલી પણ હોઈ શકે છે એટલે કંઈ કહી શકાતું નથી. પણ મને મળેલો આ પત્ર લોકોમાં ચર્ચાયો છે. નર્મદા જિલ્લાના કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓને ધાકધમકી આપી પૈસાની ખંડણી કરવામાં આવે છે. પત્રમાં અનેક લોકોના નામો પણ હતા. ત્યારે આ વાતને લઈ ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે કારણ કે પત્રમાં તેમનું પણ નામ હતું.

અમારા પર પાયાવિહોણા આક્ષેપ કરાયા છે - ચૈતર વસાવા 

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચેલેન્જ કરી છે. જાહેરમાં ચર્ચા કરવા મનસુખ વસાવાને ચૈતર વસાવાએ આમંત્રિત કર્યા છે. જે પત્ર લખવામાં આવ્યો છે. તેમણે લખ્યું કે મનસુખ વસાવાની આગળ પાછળ ફરવાવાળોઓના ઈશારે નર્મદા જિલ્લામા બજેટનું આયોજન બારોબાર સગેવગે થતું હોય છે. આ બાબતે ખુલાસો માંગતા આ ભ્રષ્ટાચારનો રેલો સમગ્ર ટ્રાઈબલ વિસ્તારમાં જવાનો હોય ત્યારે પોતાના મળતિયાઓને બચાવવામાં અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. ઉપરાંત એક વીડિયો પણ ચૈતર વસાવાએ પોસ્ટ કર્યો છે.     

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે