બુટલેગરો પર રાજનીતિ: ભાજપના કથિત પત્રથી રાજનીતિમાં ખળભળાટ


  • Published By :
  • Published Date : 2022-11-09 16:43:11

ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગુજરાત રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે જેમાં કોંગ્રેસે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે ભાજપનો એક કથિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદ શહેર ભાજપ ચુંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો મનીષ દોશીએ દાવો કર્યો છે. ભાજપના આ પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ કથિત પત્ર જાહેર કરી ભાજપ પર આક્ષેપો કર્યા હતા આ પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. ચુંટણી વ્યવસ્થા માટે ભાજપના આ પત્રમાં બુટલેગરોઓનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે ભાજપનો આ કથિત પત્ર વાયરલ થઈ રહ્યો છે 



આ કથિત પત્રથી ઊભા થયા સવાલો 

ભાજપના કથિત પત્રમાં કેટલી સત્યતા ?

શું ભાજપ ગુંડાઓ અને બુટલેગરોની ચુંટણીમાં મદદ લે છે ?

અમદાવાદ ભાજપના નેતાઓ પાસે આનો કોઈ જવાબ હશે ?

શું ભાજપને બદનામ કરવા આ આ પત્ર ખોટી રીતે વાયરલ કરાઇ રહ્યો છે ?


આક્ષેપોની રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે પણ આ ચુંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ વચ્ચે ગુજરાતની જનતાના મુદ્દાઓ રાજનેતાઓ ભૂલી ન જાય તો સારું 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે