દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે-માંડવિયાએ કટાક્ષમાં કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2022-11-05 12:38:19

દિલ્હીમાં વાયુ પ્રદૂર્ષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી એકદમ ગંભીર હાલતમાં છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.  આ બધા વચ્ચે મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી બચવા માસ્કનો ઉપયોગ કરે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે.


વધતા પ્રદૂષણને લઈ દિલ્હી સરકાર પર કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરી સરકાર બનાવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આ અંગે ગંભીરતા દાખવવી ખુબ જરૂરી બની ગયું છે. દિલ્હી સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા અનેક પગલા લીધા છે. સમસ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યા છે. 

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) / Twitter

21 જુલાઈ દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સુરત આવશે, કરશે મોટી જાહેરાત | July 21  Delhi CM Arvind Kejriwal will come to Surat, will make a big announcement

દિલ્હીના CM ગુજરાત-હિમાચલમાં રેવડી આપવામાં વ્યસ્ત છે - માંડવિયા 

મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટ્વિટર પર તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી પોતાની રક્ષા કરવા માસ્કનો ઉપયોગ કરે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે. એઈમ્સના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાના એક નિવેદનને રિટ્વિટ કરતા માંડવિયાએ પોતાની વાત રજૂ કરી હતી.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે