રાજયમાં ગરમીનો પારો વધતા વીજ વપરાશ માત્ર 4 દિવસમાં 2 હજાર મેગાવોટ જેટલી વધી


  • Published By :
  • Published Date : 2023-05-12 15:21:22

ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. હાલ રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેની સાથે જ લોકોને પણ ગરમીનો આકરો તાપ સહન કરવો પડી રહ્યો છે. અસહ્ય ગરમીના કારણે  લોકોની વીજ વપરાશમાં પણ સતત વધારો નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં વીજળીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. વીજ વિભાગના જણાવ્યા પ્રમાણે  છેલ્લા 4 દિવસમાં અંદાજિત 2 હજાર મેગાવોટ જેટલો વીજ વપરાશ વધ્યો છે. આ કારણે લોકોને વીજ બિલ પણ વધશે તે વાત નક્કી છે.


કેટલો વધ્યો વીજ વપરાશ?


રાજ્યમાં 7 મેના રોજ વીજ માગ 17,947 મેગા વોટની હતી, જે માત્ર ચાર જ દિવસમાં 2 હજાર મેગાવોટ જેટલી વધી છે.10મેના રોજ વીજ માગ વધીને 20,235 મેગાવોટ પર પહોંચી છે. ગરમીના કારણે બપોરે લોકો ઘરમાં અને ઓફિસમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે. ઘરોમાં અને ઓફિસોમાં એસી. એર કુલર અને પંખા સતત ચાલુ રહેવાના કારણે વીજ વપરાશમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે