AAP-BJPની હિંસક લડાઈ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાએ AAPની ઝાટકણી કાઢી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:58:53

અમદાવાદના ગોમતીપુરના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આપના કાર્યકર્તાએ હુમલો કર્યાના આક્ષેપ છે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં ભાજપના કાર્યકર્તા પવન તોમરની મુલાકાત લીધી હતી. 


પ્રદીપસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

આપના કાર્યકર્તાઓએ હુમલો કર્યા બાદ પ્રદીપસિંહ વાઘેલાએ આપ પર શાબ્દીક હુમલો કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દેશવિરોધી કામ કરી રહી છે. ભાજપની કામગીરીથી આમ આદમી પાર્ટીને મરચા લાગે છે. 


અરવિંદ કેજરીવાલને પ્રદીપસિંહ વાઘેલાની ટકોર 

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નક્સલવાદનું બદલાયેલું સ્વરૂપ એટલે અરવિંદ કેજરીવાલ. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નક્સલવાદી કામગીરી કરે છે. અરવિંદ કેજરીવાલ દેશને તોડવા માટે વિદેશી તાકતની મદદ લે છે. અરવિંદ કેજરીવાલને ગુજરાતને પશ્ચિમ બંગાળ બનાવવું છે. 


સમગ્ર બાબતો વચ્ચે મહત્વની બાબત એ સામે આવી રહી છે ગુજરાતની રાજનીતિ બદલાઈ રહી છે. શાબ્દીક આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો હજુ સુધી ઠીક હતાં પરંતુ હવે જેણે દુનિયાને સત્યાગ્રહ અને અહિંસાના પાઠ ભણાવ્યા તેવા ગાંધીના ગુજરાતમાં રાજનીતિ હિંસક સ્વરૂપ લઈ રહી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર હિંસક પ્રહાર કર્યા હતા. વળી હિંસાનો જવાબ હિંસાથી આપવા ભાજપના કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી પહેલાના સમયમાં આવી હિંસક રાજનીતિમાં કોંગ્રેસ ક્યાં છે તે હજુ કોઈને નથી ખબર. આ સમયે ત્રીપાંખિયો જંગ છે, અગાઉ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણીઓ લડાતી હતી. રાજનીતિમાં આક્ષેપ પ્રતિઆક્ષોપે થતાં હતા પરંતુ હવે આ રાજનીતિ હિંસા સુધી પહોંચી ગઈ છે તે ભવિષ્યની રાજનીતિમાં એક નવી પગદંડી બનાવી રહી છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે