વડોદરામાં સગર્ભાને ગાયે અડફેટે લેતા શિશુનું ગર્ભમાં જ મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 14:51:58

રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકો રખડતા ઢોરોના ત્રાસથી પરેશાન છે. માર્ગો પર રખડતા ઢોરના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં એક સગર્ભાને ગાયે અડફેટે લેતા બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



બાળકીને બચાવવા જતા પોતાનું શિશુ ગુમાવ્યું


વડોદરાના સલાટવાડા વિસ્તારમાં એક નાની બાળકીને ગાય મારતી હતી. આ દ્રશ્ય જોઈ બાળકીને બચાવવા દોડી ગયેલી સગર્ભા મનીષાબેનને ગાયે શિંગડે ચડાવી ફંગોળી હતી. આ હુમલામાં મહિલાને પેટ તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં શિશુનું ગર્ભમાં જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના બાદ મહિલાનો પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.