ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 11:10:26

2 દિવસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાત આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રેસિડન્ટ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ, વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 



વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ લેશે ભાગ

રાષ્ટ્રપતિએ પોતાના પ્રવાસની શરૂઆત ગાંધી આશ્રમ ખાતેથી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે બાદ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કરવાના છે જેમાં 373 કરોડના ખર્ચે ટ્રોમાં સેન્ટર બનવાનું છે.


અનેક કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

પોતાના પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ અનેક સ્ટાર્ટઅપને પણ લોન્ચ કરવાના છે. સ્ટાર્ટઅપ લોન્ચ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 'herstart' લોન્ચ કરશે. ઉપરાંત અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ તેમજ આદિવાસી વિકાસ સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટિ હોસ્પિટલનું પણ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે