બ્રેકિંગ: પ્રેસિડેન્ટ મેડલની કરાઈ જાહેરાત, રાજય પોલીસના આ 20 કર્મીને મળ્યું સન્માન


  • Published By :
  • Published Date : 2023-08-14 14:20:37

કેન્દ્ર સરકારે સોમવારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓ માટે સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત પોલીસમાંથી રાજકોટના પૂર્વ જોઈન્ટ પોલીસ કમિશનર અને એડિશનલ ડીજી ખુરશીદ અહેમદ સહિત રાજયના 20 પોલીસકર્મીની પ્રેસિડેન્ટ મેડલ  (PPM)માટે પસંદગી કરાઈ છે. ગુજરાત પોલીસના ખુરશીદ અહેમદ સહિત અન્ય 2 અધિકારી અને 18 પોલીસ જવાનને સન્માન મળશે. 


ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 01 CRPF જવાનને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG), 229ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG), 82ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ((PPM) એનાયત કરવામાં આવ્યો છે. 642ને મેરીટોરીયસ સર્વિસ (PM) માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સ જમ્મુ અને કાશ્મીરને મળ્યા છે, પોલીસ (55), મહારાષ્ટ્ર પોલીસ (33), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (27) અને છત્તીસગઢ પોલીસ (24)ને સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સની જાહેરાત કરવામાં આવી છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે