શું પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી એ સ્કૂલ નકલી હતી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 18:39:07

પ્રધાનમંત્રી મોદીએ આજે ગાંધીનગરના અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવ્યો હતો. અડાલજના જાણીતા ત્રીમંદિર દાદાનગર કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ એક નવનિર્મિત સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.


AAPએ સ્કૂલ પર સવાલ ઉઠાવ્યા


આમ આદમી પાર્ટીએ આ સ્કૂલ ઓફ એક્સેલન્સની તસવીરો વાયરલ કરી હતી. આ સ્કૂલની દિવાલો પર વોલ પેપર લગાવવામાં આવ્યું છે, ક્લાસમાં માત્ર 3 જ બેન્ચ છે. સ્કૂલના ક્લાસ બતાવી આમ આદમી પાર્ટીએ સરકારને સવાલ કર્યા હતા કે શું સરકાર આ પ્રકારની સ્કૂલો બનાવવા માગે છે.


સ્કૂલ ઓફ એક્સેલન્સ અંગે ભાજપનો જવાબ


આ સ્કૂલ અંગે આમ આદમી પાર્ટીએ કરેલા સવાલોનો જવાબ આપતા ભાજપના સુત્રોએ આ સ્કૂલને ડેમો ગણાવી છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર  આગામી 4-5 વર્ષમાં નવા 50 હજાર ક્લાસરૂમ બનાવશે જેમાંથી દોઢ લાખ સ્માર્ટ ક્લાસરૂમ હશે. 20 હજાર કોમ્પ્યુટર લેબ, અને 5 હજાર જેટલી અટલ ટિંકરિંગ લેબ્સ પણ ઉભી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પાછળ 5,567 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે. આ અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ 5G ઈન્ટરનેટ સર્વિસ આધારીત સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ શિક્ષણ વ્યવસ્થાથી સજ્જ હશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે