ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2023-03-09 13:34:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચને નિહાળવા ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ગઈકાલે પીએમ  મોદી ગુજરાત આવી ગયા હતા. ગાંધીનગર ખાતે તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે સવારે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા. મેચ બાદ પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે બેઠક કરવાના છે.  


2024માં યોજાનારી ચૂંટણીને લઈ ઘડાઈ શકે છે રણનીતિ  

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેચ જોવા આવ્યા હતા. થોડા કલાકો સ્ટેડિયમમાં વિતાવી બંને દેશના વડાપ્રધાન જતા રહ્યા હતા. અમદાવાદથી સીધા વડાપ્રધાન મોદી ગાંધીનગર જવા રવાના થયા. ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જીત મેળવ્યા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે પીએમ મોદી મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ તેમજ રત્નાકર રાજભવન પહોંચી ગયા છે. આ બેઠકમાં પણ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ઉપરાંત 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ પણ રણનીતિ બનાવામાં આવી શકે છે. બેઠક બાદ બપોરના સમયે ફરી દિલ્હી જવા રવાના થઈ શકે છે.         


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે