પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G-20ના લોગો-થીમ-વેબસાઈટ લોંચ કરી


  • Published By :
  • Published Date : 2022-11-08 17:27:09

ભારત પહેલી ડિસેમ્બરથી G-20ની અધ્યક્ષતા સંભાળશે. તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે G-20ના નવા લોગો-થીમ અને વેબસાઈટ લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે. આ એક ભાવના છે જે આપણી રગોમાં વહી રહી છે. આ એક સંકલ્પ છે જે આપણા વિચારોમાં જોડાયો છે.


 G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે: મોદી

પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના અમૃત મહોત્સવના સમયે જ આપણી પાસે આ મોટો અવસર આવ્યો છે. તમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશેતમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશે. યુદ્ધ માટે બુદ્ધએ જે સંદેશ આપ્યો હતો અને હિંસા સામે મહાત્મા ગાંધીએ જે સમાધાન આપ્યું હતું તે હવે ભારતથી દુનિયા સુધી પહોંચશે. G-20 મારફતે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે