પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉત્તર ગુજરાત મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:24:10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે ત્યારે તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો અને લોકોનું દિલ જીત્યું હતું. બનાસકાંઠાના લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. ગબ્બર પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા આરતીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદી અંબાજી ખાતે 50 કરોડથી વધુના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. 


પ્રધાનમંત્રી મોદીની બનાસકાંઠાને ભેટ

પ્રધાનમંત્રી મોદીએ દિવાળી મનાવવા માટે લોકોને ઘરના ઘર આપ્યા હતા. તેમણે 60 હજારથી વધુ ઘરોનું લોકાર્પણ કર્યું હતું.  સાથોસાથે 1967 કરોડના 8633 ઘરોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સિવાય તેમણે મીઠાથી લાખણી જતા રોડનું લોકાર્પણ કર્યું હતું. આ રોડ બનાસકાંઠાના લોકોના પરિવહન માટે 85 કરોડના ખર્ચે બન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ અંબાજી ખાતે અંબાજી બાયપાસ રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. 


લમ્પી બાદ ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત 

ગુજરાત સરકારને લમ્પી મામલે નીચે જોવા જેવી કામગીરી કરી તેવા લોકોના આક્ષેપો છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી પ્રવાસ દરમિયાન ગૌશાળાના સંચાલકો માટે ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવી હતી. ગૌશાળામાં તેમણે ચેક વિકરણ મારફતે આર્થિક સહાય પણ આપી હતી. 


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે