પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:59:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા સમયની જ વાર છે એવામાં ગુજરાતની ચૂંટણી સમયની હવા પલટવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. એવામાં નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મહેસાણા જિલ્લાના મોઢેરાના મંદિર ખાતે મા મોઢેશ્વરીના દર્શન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે ડેરીમાં પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બહુચરાજીમાં પ્રધાનમંત્રી મોદી જનસભા સંબોધશે. 


અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને અંબાજીની મુલાકાત લીધી હતી. ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી 11 ઓક્ટોબર બાદ પણ બેવાર ગુજરાત પ્રવાસે આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે