પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશ મુલાકાતે, રેલી સંબોધશે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2022-11-05 13:59:57

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની બે જગ્યા પર ચૂંટણી રેલી સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંડી જિલ્લાના સુંદરનગરમાં રેલી કરશે અને બપોરે 3 વાગ્યે સોલનમાં જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી આજે એક દિવસના હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. 


પ્રધાનમંત્રી મોદી રેલી સંબોધશે

ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રી મોદીએ સુંદર નગરના જવાહર પાર્કમાં રેલી કરી હતી. તે સમયે 10 બેઠકોમાંથી 9 વિધાનસભા બેઠકો પર જીત મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોઢ મહિનાની અંદર ચોથીવાર હિમાચલ પ્રદેશની જનતાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની રેલીના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે રાજ્યની જનતાને અને ભાજપના કાર્યકર્તાઓને મોદી પાસેથી માર્ગદર્શન મળશે.  

PM Modi To Address Siliguri Rally On April 3 At New Venue After Denied  Consent

હિમાચલની પરંપરાને તોડશે ભાજપ: મુખ્યમંત્રી જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પણ પરિણામ આવશે. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જંગ કોંગ્રેસ સાથે રહેશે. હિમાચલમાં ગત સાડા ત્રણ દાયકામાં હર પાંચ વર્ષે સત્તામાં પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપ આ વખતે દાવો કરી રહ્યું છે કે હિમાચલની આ રિતને આ વખતે તોડવામાં આવશે અને સતત બીજીવાર ભાજપ સરકાર બનાવશે. 1985થી સતત પાંચ વર્ષ સત્તામાં પરિવર્તન આવી રહ્યું છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે