સતત બે દિવસમાં પ્રધાનમંત્રીના આપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 14:05:13

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક મોટા નેતાઓને ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે. આ બે દિવસ તેમણે આમ આદમી પાર્ટીના નામ લીધા વગર તેમને પર પ્રહારો કર્યા હતા. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી વિશે અર્બન નક્સલની કમેન્ટ કરી હતી જ્યારે આજે તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર ભ્રષ્ટાચાર ખતમ કરવા કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકો તેમના પર મેણા-ટોંણા મારી રહ્યા છે. 


પ્રધાનમંત્રીએ નામ લીધા વગર આપ પર કર્યા પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર સામે કારયવાહી કરવા જઈએ છીએ તો લોકો અમારા પર સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરવાના આક્ષેપો કરી રહ્યા છે. કદ્દાવર પાટીદાર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને તેમણે યાદ કર્યા હતા. તેમણે લોકોને સવાલ કર્યા હતા કે હું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરું કે નહીં. ભ્રષ્ટાચાર નિવારણનું કામ થવું જોઈએ કે ના થવું જોઈએ.  


મને ગાળો આપવા કોંગ્રેસે પાર્ટી આઉટસોર્સ કરીઃ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કોંગ્રેસ પર ખુલેઆમ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કંઈ બોલતી નથી પણ ચોરી-ચોરી ગામડાઓમાં ગુપ્ત બેઠકો કરી રહી છે. કોંગ્રેસ લોકો પાસે એક મોકો માગી રહી છે અને લોકોને નમન કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી સતર્ક રહેવું જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આજ વખતો મોટું સેટિંગ કર્યું છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજ વખતે અમને ગાળો આપવા માટેનું કામ પણ આઉટસોર્સ કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટનું નામ નથી લીધું, પણ આપ પર તંજ કસ્યા હતા. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે