અંબાજી માતાનાં દર્શન કરવા માટે જશે વડાપ્રધાન .......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 17:19:46

વડાપ્રધાન નરેન્દ્રમોદી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના કામો લોકાર્પણ કરી રહ્યા છે. અને આજે તેમણે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી. ત્યારે હવે વડાપ્રધાન દાંતા જવા માટે રવાના થઈ ગયા હતા. અહીં તેઓ રૂ.7200 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. ત્યારપછી તેઓ સાંજે અંબાજી માતાનાં દર્શન કરવા માટે જથે અને પછી ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે. નોંધનીય છે કે અંબાજીના દર્શન કરવા માટે નરેન્દ્ર મોદી ક્યારેય પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા નથી. 2001થી 2022 સુધી તેઓ માતાનાં શરણે ગાડી લઈને આવ્યા છે.

 
મેટ્રોની સવારી કરી વડાપ્રધાનએ ..

આજે વડાપ્રધાનએ મેટ્રોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કારવ્યું અને ત્યાર બાદ તેમ બેસી તેની મુસાફરી કરી અને મુસાફરી દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિત અન્ય આગેવાનો પણ જોવા મળ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે