Gujaratના ભાવિ શિક્ષકોએ જ્ઞાન સહાયકના ફોર્મ ન ભરવાની લીધી પ્રતિજ્ઞા, સાંભળો આંદોલન વિશે શું કહ્યું Devanshi Joshiએ?


  • Published By :
  • Published Date : 2023-08-28 11:42:34

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે અને જ્ઞાન સહાયક નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ શિક્ષકોની ઘટ છે, અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક શિક્ષક હોવાને કારણે એક જ શિક્ષકના શીરે જવાબદારી આવી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવા ગાંધીનગર પહોંચતા ઉમેદવારોને અટકાવી લેવામાં આવતા હતા. કરાર આધારિત ભરતીને બંધ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.

જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની ઉમેદવારોએ લીધી પ્રતિજ્ઞા

ગુજરાતના શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં છે તેવી વાતો અનેક વખત ટેટ ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેમનું ભવિષ્ય શું તેવા પ્રશ્નો અનેક વખત તેમણે પૂછ્યા છે ત્યારે જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા ઉમેદવારો લઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. 

પરિસ્થિતિને બદલવાની જગ્યાએ આપણે પરિસ્થિતિ અનુરૂપ બદલાઈ જઈએ છીએ!

મહત્વનું છે કે ટેટ-ટાટ ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં તેઓ સફળ થશે કે નહીં? કારણ કે કોઈ પણ આંદોલન આગળની હરોળના બે-પાંચ ટકા લોકો જ કરતા હોય છે. કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિમાં આપણને ટ્રેનિંગ એવી રીતે આપવામાં આવી છે કે આપણી સામે જે આવે તે પરિસ્થિતિને આપણી રીતે અનુરૂપ કરવાને બદલે, આપણે પરિસ્થિતિના અનુરૂપ થઈ જતા હોઈએ છીએ. પરિસ્થિતિ આગળ ઝઝુમવાને બદલે આપણે પરિસ્થિતિ અનુસાર બદલાઈ જઈએ છીએ. ત્યારે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલનનું શું પરિણામ આવે છે તે તો સમય બતાવશે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે