'હું જેલમાં જવા તૈયાર, ભાજપમાં જવાનો નથી': કોંગ્રેસના MLA પુંજા વંશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 17:03:45

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં જઈ રહ્યા છે. જો કે રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે પ્રેસ કોફરન્સ યોજી દાવૌ કર્યો છે કે હું જેલમાં જવા તૈયાર છું પણ ભાજપમાં જવાનો નથી. પુંજા વંશનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાયા છે.


પુંજા વંશના ભાજપ પર પ્રહાર


કોંગ્રેસના રાજકોટના ધારાસભ્ય પુંજા વંશે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે મને પણ ફાયરિંગમાં ફિટ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો. હું જેલમાં જવા તૈયાર પણ ભાજપમાં જવાનો નથી. પ્રધાનમંત્રી અને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાના શામ, દામ, દંડ અને ભેદ તમામ પ્રયાસો કરી લીધા. તેમ છતાં કોંગ્રેસની કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ જાગી ચુકી છે અને કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે જઈ પ્રચાર કાર્ય કરી રહ્યા છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.