વિવાદિત ટિપ્પણઓના કારણે સંતો સામે રોષ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 19:42:03


છેલ્લા કેટલાક સમયથી સાધુઑએ આપેલ  વિવાદિત નિવેદનો ના કારણે ચર્ચામાં છે ત્યારે પ્રબોધ સ્વામી જૂથના સાધુ દ્વારા ભગવાન વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જે મામલે રાજ્યભરમાં ભારે વિરોધ થયો હતો. અને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે .પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામી પોતાના કાર્યક્રમને લઈને વડોદરામાં આવી રહ્યા છે. એવામાં તેમના આગમન પહેલા જ પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ભગવાન શિવજીનું અપમાન કરવા બદલ તેઓના વિરોધમાં વડોદરામાં બેનરો લગાવવામાં આવ્યા છે. 


પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ભગવાન શિવજી માટે અપમાનિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને તે માટે તેમની આકરી ટીકા પણ થઇ હતી. વડોદરા ખાતે પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના એરપોર્ટ રોડ ઉપર તેઓના વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં તેઓને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ બેનર સનાતન સંત સમિતિ ગુજરાતના નામે લાગ્યા છે. મસમોટા બેનરો લગાવી આ બંને સ્વામી વડોદરામાં ન પ્રવેશે તેમ દર્શાવવામાં આવ્યું છે.

 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.