રાહુલ ગાંધીએ આદિવાસીઓને લઈ ભાજપ-RSS પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-25 11:09:24

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત ભાજપ પર પ્રહાર કરતા આવ્યા છે. રાહુલ ગાંધી આદિવાસી નેતા તાત્યા મામાના જન્મસ્થળે પહોંચ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓ દેશના સાચા માલિક છે. RSS પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અંગ્રેજોએ તાત્યા મામાને ફાંસી આપી અને RSS વિચારધારાએ અંગ્રેજોને મદદ કરી.

  

બીજેપીએ આદિવાસીઓની માફી માગવી જોઈએ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધીનો સાથ આપવા પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. મધ્યપ્રદેશમાં પ્રવેશતાની સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. આદિવાસીઓનું સંબોધન કરતી વખતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપીએ આદિવાસી માટે વનવાસી શબ્દનો પ્રયોગ કરે છે. જેને કારણે બીજેપીએ આદિવાસીઓની હાથ જોડીને માફી માગવી જોઈએ.

મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર વધારે અત્યાચાર થયા છે - રાહુલ

હાલ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપ પર અને મધ્યપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર મધ્યપ્રદેશમાં આદિવાસીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. આદિવાસી નેતા તાત્યા મામાને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ એક વિચાર, એક વિચારધારા છે તેમની વિચારસરણી અને વિચારધારાને કારણે હું અહીંયા આવ્યો છું. 


કન્યાકુમારીથી થયો હતો આ યાત્રાનો પ્રારંભ

રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા જવાની છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચી છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે