રાહુલ ગાંધીએ જાણી ખેડૂતોના મનની વાત! વહેલી સવારે પહોંચ્યા ખેતર અને કરી વાવણી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-08 15:18:11

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સામાન્ય માણસ સાથે સીધી રીતે જોડાવાનો જાણે રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગે છે. થોડા દિવસો પહેલા તે મિકેનિકના ગેરેજમાં પહોંચ્યા હતા. હાથમાં સ્ક્રુડાઈવર ઉપાડ્યું અને બાઈકને જાતે રિપેર કરવા લાગ્યા. ત્યારે આજે રાહુલ ગાંધી હરિયાણાના સોનિપતમાં આવેલા એક ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂતો સાથે મુલાકાત કરવા ગયેલા રાહુલ ગાંધીએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું, ખેતરમાં જઈ તેઓ કામ કરતા દેખાયા હતા.


લોકોને પડતી મુશ્કેલીને સમજવાની કોશિશ કરી રહ્યા છે રાહુલ ગાંધી!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ સતત ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રાને રાહુલ ગાંધીની ઈમેજ સુધારવા જાણે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. વાત પણ સાચી છે કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની ઈમેજમાં ઘણો સુધારો આવ્યો છે. રાહુલ ગાંધી કહેતા હતા કે તેમણે આ યાત્રા લોકોનું દર્દ જાણવા માટે કરી છે, લોકો સાથે સીધી જોડાઈ શકાય, તેમને પડતી મુશ્કેલી સમજવાની કોશિશ તેઓ કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેમણે યાત્રા કરી હતી. ભારત જોડો યાત્રા તો પતી ગઈ પરંતુ સામાન્ય વ્યક્તિ સાથે જોડાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી હજી પણ કરી રહ્યા છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.