કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું 'કર્ણાટકમાં નફરતની બજાર બંધ અને મોહબ્બતની દુકાન ખુલી'


  • Published By :
  • Published Date : 2023-05-13 16:43:34

કર્ણાટકમાં ઘણા વર્ષો પછી કોંગ્રેસ સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં જીત હાંસલ કરતી દેખાઈ રહી છે. કોંગ્રેસની જીત બાદ અનેક દિગ્ગજ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસની જીત બાદ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી ખાતે આવેલી ઓફિસ ખાતે તે પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે સૌથી પહેલા કર્ણાટકની જનતાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કર્ણાટકની જનતાને પાંચ વાયદા કર્યા છે અને તે પહેલી જ કેબિનેટ મીટિંગમાં પૂરા કરાશે.

    

પાંચ વચનો પહેલી જ કેબિનેટમાં પૂર્ણ થશે!

કોંગ્રેસની જીત કર્ણાટકમાં થઈ છે. 130થી વધુ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જીત બાદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ જીત બાદ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી પ્રેમથી લડી હતી અને ભાજપની નફરતની બજાર બંધ કરી દીધી છે. મહોબ્બતની દુકાન ખુલી છે. તે દરેકની જીત છે. આ કર્ણાટકના જનતાની જીત છે. ચૂંટણી વખતે જે પાંચ વચનો આપ્યા હતા તે વચનો પ્રથમ કેબિનેટમાં પૂર્ણ થશે.      


દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો પ્રચાર!

મહત્વનું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર કરવા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અનેક રેલીઓ, રોડ શો તેમજ જનસભાઓ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસની જીત બાદ નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે