ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનું જોવા મળ્યું આક્રામક રૂપ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:09:06

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક રૂપમાં જોવા મળ્યા. અનેક વખત કેન્દ્ર સરકારની નીતિઓના વિરૂદ્ધ પણ તેઓ બોલ્યા છે  જ ત્યારે ફરી એક વખત તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર નહીં પરંતુ મની ટ્રાન્સફર સ્કીમ ચલાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી પર કર્યા શાબ્દિક  પ્રહાર

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા નિશાન સાધવામાં આવે છે તો ક્યારેક રાહુલ ગાંધી ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધે છે. ત્યારે વધતી મોંઘવારી, જીએસટી સહિતની અનેક સરકારની નીતિઓ પર તેમજ ઉદ્યોગપતિઓને લઈ પીએમ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે