તેલંગાણા પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2022-10-30 16:31:49

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પૂરવાની કોશિશ કરી રહ્યા છે. કન્યાકુમારીથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. હાલ આ યાત્રા તેલંગાણામાં પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધીનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. કોઈ વખત બાળકો સાથે દોડતા નજરે પડે છે તો કોઈ વખત ડાન્સ કરતા નજરે પડે છે. ભારત જોડો યાત્રાને ભારે જન સમર્થન મળી રહ્યું છે.

સોનિયા ગાંધી પણ થયા હતા યાત્રામાં સામેલ

7 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. અનેક રાજ્યો જેવા કે કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આ યાત્રા પસાર થઈ ચૂકી છે. તેલંગાણામાં આ યાત્રાનો આજે 5મો દિવસ છે. આ યાત્રામાં અનેક નેતાઓએ પણ હાજરી આપી હતી. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા 7 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે. અનેક વખત આ યાત્રા પર ભાજપે કટાક્ષ પણ કર્યા છે.   




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.