જમ્મુના નરવાલથી પસાર થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, થોડા દિવસો પહેલા ત્યાં થયા હતા બ્લાસ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-23 09:38:58

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનું સમાપન છે. આજે આ યાત્રા જમ્મુના જિલ્લામાં પ્રવેશ કરવાની છે. સાંબા જિલ્લાના વિજયપુરથી શરૂ થયેલી યાત્રા જમ્મુમાં પ્રવેશ કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી જમ્મુના સતવારી વિસ્તારમાં એક  જનસભાને સંબોધવાના છે. રાહુલ ગાંધીની આ યાત્રા જમ્મુના નરવાલ વિસ્તારથી પણ પસાર થવાની છે જ્યાં શનિવારે બોમ્બ ધડાકા થયા હતા. ઉપરાંત સિદ્ધરા વિસ્તારમાં રાતવાસો કરવાના છે.

 

નરવાલથી પસાર થશે ભારત જોડો યાત્રા 

કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થવાની છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનો અંતિમ દિવસ છે. આજે આ યાત્રા જમ્મુ જિલ્લામાં પ્રવેશ કરવાની છે. ત્યારે આ યાત્રાએ વિસ્તારમાંથી પસાર થવાની છે જ્યાં શનિવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંઘીની સુરક્ષા સાથે કોઈ સમજોતો નહીં કરવામાં આવે. સુરક્ષા એજન્સી જે પ્રમાણે કહેશે તે પ્રમાણે પાલન કરવામાં આવશે. 


30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા 

ભારત જોડો યાત્રા દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. આ યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે આ યાત્રા જમ્મુ-કાશ્મીર ખાતે સમાપ્ત થવાની છે. યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. 30 જાન્યુઆરીએ શ્રીનગરના પાર્ટી મુખ્યાલય ખાતે ધ્વજારોહણ કરી આ યાત્રાની સમાપતી થવાની છે. આ યાત્રા 12 રાજ્યો અને બે કેંદ્ર શાસિત પ્રદેશોમાથી પસાર થઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા હોવાને કારણે સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે