અદાણી મુદ્દે બોલ્યા રાહુલ ગાંધી, ભાજપ પર પ્રહાર કરતા અદાણીને લઈ રાહુલ ગાંધીએ પૂછ્યો આ સવાલ?


  • Published By :
  • Published Date : 2023-04-04 13:25:36

થોડા સમય પહેલા અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો જે બાદ અદાણી ગ્રુપની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે અદાણી મામલે કોંગ્રેસ સહિત વિપક્ષ એકદમ આક્રામક રૂપમાં દેખાઈ હતી. હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવે છે. અદાણી મુદ્દે જેપીસી તપાસ થાય તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અદાણીને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે એક સવાલ પૂછ્યો છે કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?


અનેક વખત સંસદની કાર્યવાહી કરાઈ છે સ્થગિત 

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. બીજા તબક્કાની કાર્યવાહી હોબાળાને કારણે છેલ્લા ઘણા દિવસોથી સ્થગિત કરવામાં આવી રહી છે. કારણ કે વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસની માગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી લંડનમાં અપાયેલા ભાષણને લઈ માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. આ મામલે ભારે હોબાળો કરવામાં આવતા બંને સદનોની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવામાં આવી છે.


રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે પૂછ્યો પ્રશ્ન

આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ અદાણીને લઈ નિવેદન આપ્યું છે. અદાણી અને પીએમ વચ્ચેના સંબંધોને લઈ રાહુલ ગાંધી દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા છે. બંનેના ફોટા એક સાથે બતાવ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા પૂછ્યું કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે? 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે