હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી કરી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 16:34:31

કોરોનાના 2 વર્ષ બાદ આ વખતે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસુ 11-13 ઓક્ટોબર વચ્ચે વિદાય લઈ શકે છે. ત્યારે નવરાત્રીમાં વરસાદને કારણે આ વર્ષે ગરબાના આનંદમાં ભંગ પડી શકે છે.

ગરબા રમવા ખેલૈયાઓ તૈયાર

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. નવરાત્રીના અનેક મહિનાઓ પહેલા ખેલૈયાઓ તૈયારીમાં લાગી જતા હોય છે. ગરબાની પ્રેક્ટિસ કરવાથી લઈ કપડા સુધીની તૈયારી ખેલૈયાઓ કરી લીધી છે. ત્યારે આ વર્ષે ગરબાને કારણે ખેલૈયાના રંગમાં ભંગ ન પડે તે માટે ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે. 

Historical Dance | Indian festivals, Navratri, Navratri garba

નવરાત્રી બગાડી શકે છે વરસાદ

આ વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવા અમદાવાદીઓ તૈયાર છે. છેલ્લા 2 વર્ષથી ગરબે ધૂમવા ન મળતા આ વર્ષે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વર્ષે ગરબા રમવા મળશે કે નહીં એ તો વરસાદ પર નિર્ભર છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે