અરવિંદ કેજરીવાલના વાયદાઓનો વરસાદ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:07:03


ગુજરાત વિધાન સભા ચૂંટણી નજીક આવી રહી છે. અને હવે તમામ પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના દોહરા કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે બનાસકાંઠાના ડીસા ખાતે જનમેદનીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીને ગુજરાતીઓનો આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું કે, હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઇ આવી ગયો છે. 


કેજરીવાલે શું કહ્યું ??


અરવિંદ કેજરીવાલે કહ્યું " હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ આવી ગયો છે દરેક મહિલાના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે દરેક સભામાં તેઓ પોતાની ફ્રીના વચનો ઉપરાંત દિલ્હીની શાળાઓ અને દિલ્હીની હોસ્પિટલોના ઉદાહરણ આપતા જ રહે છે. મોંઘવારી મુદ્દે પણ ભાજપની સરકારને વારંવાર ઘેરવાના પ્રયાસો કરતા રહે છે.


દિલ્હીમાં મધ્યમ વર્ગના લોકો મોજથી રહે છે !!!


અરવિંદ કેજરીવાલએ મોંઘવારીના મુદ્દે કહ્યું દિલ્હીમાં મધ્યમ વર્ગ મોજથી રહે છે.  દિલ્હીમાં મોંઘવારી ઓછી છે તેનું કારણ છે કે, બાળનું શિક્ષણ બિલકુલ મફત છે. આ ઉપરાંત હોસ્પિટલ કે દવાનો પણ એક રૂપિયા ખર્ચ થતો નથી. માટે મધ્યમવર્ગ ન માત્ર શાંતિથી રહી શકે છે પરંતુ પોતાના પરિવારનાં લોકોની જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત કેટલાક મોજશોખ પણ પુરા કરી શકે છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.